Last date: N/A
• ગુજરાતમાં જન્મેલી દીકરી માટે યોજના લાગુ પડે છે.
• તા. 02/08/2019 અથવા ત્યારબાદ જન્મેલી દીકરી પાત્ર છે.
• દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
• માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક રૂ. 2,00,000 અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
• દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની દીકરીઓને લાભ મળવાપાત્ર છે.
• યોજનાની અન્ય સરકારી પાત્રતા શરતો પૂર્ણ કરવી જરૂરી છે.
• દીકરીનું જન્મ પ્રમાણપત્ર
• માતા અને પિતાનું આધાર કાર્ડ
• આવકનો દાખલો
• રહેઠાણનો પુરાવો
• રેશનકાર્ડ
• દીકરીના બેંક ખાતાની વિગતો અથવા માતા-પિતાની પણ ચાલે
• પાસપોર્ટ સાઇઝ ફોટો
• માતા-પિતાના જન્મના પુરાવા (એલ.સી અથવા જન્મ તારીખના દાખલા)
• દીકરીનું આધાર કાર્ડ
• ધોરણ 1માં પ્રવેશ સમયે રૂ. 4,000ની સહાય
• ધોરણ 9માં પ્રવેશ સમયે રૂ. 6,000ની સહાય
• દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય માટે રૂ. 1,00,000ની સહાય
• દીકરીના શિક્ષણને પ્રોત્સાહન
• બાળલગ્ન અટકાવવા અને દીકરીઓના સશક્તિકરણમાં સહાય
1. દીકરીના જન્મ પછી એક વર્ષની અંદર અરજી કરવી.
2. જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા.
3. નિયત અરજી ફોર્મ ભરવું.
4. જરૂરી આધાર પુરાવા સાથે અરજી રજૂ કરવી.
5. સંબંધિત કચેરી દ્વારા અરજી અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
6. પાત્રતા મંજૂર થયા બાદ યોજનાનો લાભ આપવામાં આવશે.
7. આપણા સેન્ટર પર પણ ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે.